બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, (બરોડા આર સેટી) સાબરકાંઠા વિશે..
આપણાં દેશમાં શિક્ષીત યુવા વર્ગની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં જટિલ બની જાય છે કારણકે આજે પણ આપણી વસ્તીનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારમાં વસેલો છે. યુવા શક્તિને જો ઉચિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તો તેઓનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવી શકાય છે તેમજ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકાય.
આમ આવાજ ઉદ્દેશથી ગ્રામ વિકાસ વિભાગ, ભારત સરકાર, રાજ્ય સરકારનાં સહયોગથી બેંક ઓફ બરોડા દ્વારા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (બરોડા આર સેટી) ની સ્થાપના તા.૩૧/૦૩/૨૦૦૯ ના રોજ કરવામાં આવેલ.
આ સંસ્થા દ્વારા બેરોજગારોને નિ: શુલ્ક (મફત) તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવે છે